જશાપર ગામે હઝરત મહમંદશાહપીરના ઉર્ષ ઉજવણીની તડામાર તૈયારીઓ

- text


હઝરત મહમંદશાહ પીર (ર.અ) નો 22 મો ઉર્ષ મુબારક 29/12/2017ને શુક્રવારે ઉજવણી કરવામાં આવશે

માળિયા મીયાણા : માળિયા મીયાણા તાલુકાના જશાપર ગામ પાસે હિન્દુ મુસ્લિમ સમાજ ના એકતાના પ્રતિક તરીકે ઓળખાતા હઝરત મહમંદશાહ પીર (ર.અ) નો 22 મો ઉર્ષ મુબારક 29/12/2017ને શુક્રવારે ઉજવણી કરવામાં આવનાર છે આ દરગાહ શરીફ ત્રણ ગામોની સીમને જોડીને છે જેમા મોટી બરાર જશાપર અને મોટા ભેલા નવાઈ પમાડે એવી વાત કે ઉપરોક્ત ત્રણેય ગામોમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી ગામમાં લગ્ન પ્રસંગ હોય કે અષાઢી બીજ જેવા તહેવારમાં હિન્દુ પરિવારો દ્વારા લાપસીના નિવેદ ધરવામા આવે છે અને પેળી કરવામાં આવે છે આ દરગાહ જયા આવી છે તે સીમના ખેડૂતો દ્વારા ખેતરના એક ચાસની જે ઉપજ આવે તે દરગાહમાં દાન કરવામાં આવે છે ઉર્ષની ઉજવણી દરમિયાન ગુજરાતભરના જીલ્લાઓ માથી મહમદશાહપીરના મૂરીદ મુસ્લિમ સમાજના બીરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે અને જશાપર ગામેથી ચાદર લઇને બેન્ડબાજા શરણાઈ વગાડીને ઝુલૂશ રુપે સવારમાં દરગાહે પહોચે છે
હઝરત મહમદશાહ પીર સેવા સમિતિના ટ્રસ્ટી કાસમભાઇ સુમરાના જણાવ્યા અનુસાર 29/12/2017ને શુક્રવાર ના રોજ સવારે 9:00 કલાકે સંદલ શરીફ 9:30 વાગ્યે વાયઝ શરીફ અને 11:30સે ન્યાઝ શરીફનો પોગ્રામ રાખવામાં આવેલ છે જેમા મોરબી શહેર ખતિબ હાજી રસીદમીયાબાપૂ પોતાની નૂરાની જુબાનથી તકરીર ફરમાવશે આ કાર્યક્રમમાં મોરબીના નવ નિયુક્ત ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના ચુટાયેલા પદાધિકારીઓ તથા સરકારી અધિકારીઓ તથા દરેક સમાજ ના ધર્મગુરુઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે આ માટે અત્યારથી જ ઉર્ષ મુબારક ની ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

- text

 

- text