માળીયા મિયાણાના કાજરડા ગામના પૂર્વ સરપંચ-તલાટી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ

- text


નાણાંપંચની ૯ લાખની ગ્રાન્ટની ઉચાપત કરતા માળીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરીયાદ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા નાણાંપંચની ૯ લાખની ગ્રાન્ટ વાપરી નાખી હિસાબો રજૂ ન કરતા તાલુકા વિકાસ અધિકારીએ ફોજદારી ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામમાં વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન નાણાંપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવાને બદલે ગામના તલાટી કમ મંત્રી જે.એસ.નિનામાં અને ગામના પૂર્વ સરપંચ રહીમભાઈ સીદીકભાઈ કાજડિયાએ આ નાણાં ક્યાં વાપર્યા તેના હિસાબો કે વાઉચર રજુ ન કરતા માળીયા તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ એ.ચાવડાએ આ મામલે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સરકારી નાણાંની ઉચાપત મામલે તાલુકા વિકાસ અધિકારીએ કરેલી ફરિયાદને આધારે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

- text