મોરબીના પાનેલી ગામમાંથી ૩૭ નંગ દારૂના ચપલા સાથે વૃદ્ધ ઝડપાયા

- text


મોરબી : મોરબીના પાનેલી ગામેથી પોલીસે ૩૭ નંગ વિદેશી દારૂના ચપલા સાથે સતવારા વૃદ્ધની મોટર સાયકલ સાથે અટકાયત કરી હતી.

- text

જાણવા મળ્યા મુજબ ગતરાત્રીના મોરબી તાલુકા પોલીસે પાનેલી ગામે બાતમીને આધારે શીતળા માતાના મંદિર પાસેથી ભગવાનજીભાઈ લાલજીભાઈ કણઝારીયા ઉ.૬૦ને બોમ્બે સ્પેશિયલ વ્હીસ્કીની નાની બોટલ નંગ ૩૭ કિંમત રૂપિયા ૩૭૦૦ અને હોન્ડા મોટરસાયકલ મળી કુલ ૩૫૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text