માળિયાના સરવડ ગામે મજુરોની આતરડી ઠારતા ગ્રામજનો

- text


વાવાઝોડાની દહેશતનો પગલે ઠંડીથી ઠુઠવતા મજૂરોને ભોજન કરવાયું

માળીયા : વાવાઝોડા ઓખીને કારણે રોજે રોજનું કમાઈ ખાતા મજૂરવર્ગની હાલત કફોડી બની છે ત્યારે માળીયા તાલુકાના સરવડ ગામે ગ્રામજનોએ માનવતા મહેકાવી ગરીબ પરિવારોને મુશ્કેલીની ઘડીમાં ભોજન કરાવી આંતરડી ઠારવાનું પુણ્ય મેળવ્યું હતું.

માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામે હાલ ચાલી રહેલા વાતાવરણ ના પલ્ટાને લીધે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને હાલ ખેતીની સિઝન હોય જેના લીધે બહાર ના રાજ્યો કે આદિવાસી ગરીબ લોકો ગામડાઓમાં મજુરી અર્થે બહોળી સંખ્યામાં ગામડાઓમાં પડાવ નાખીને સિમ કે ગામના પાદરમાં દંગાઓ નાખીને પડાવ કર્યો છે આ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર દરીયાઇ પટ્ટી ઉપર આવ્યા હોવાથી અહી ઠંડી અને વરસાદી ઝાપટા પડ્યા હોય જેના લીધે મજુરોની રોજગારી ને ભારે અસર પહોંચી હતી.

- text

જેની નોંધ લઇને ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી લોકોએ રસોઈ બનાવી બહારથી આવતા મજુરોની વહારે આવી ગરમા ગરમ રસોઈ બનાવી ગરીબ મજુરોના બાળકો સહિતના મોટેરા લોકોને રસોઈ પીરસી ગરીબોની આતરડી ઠારી હતી સાથે ગુજરાત ની મહેમાનગતીની પ્રતિતી કરાવી હતી આ મુદ્દે સરવડ ગામના સેવાભાવી મહેશ મહારાજે મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યુ હતુ આશાપુરા માતાના મઢ હોય કે હાજીપીરની દરગાહે જતા પદયાત્રીઓ કે પછી દ્વારકા ચાલી ને જતા સંધ હોય સરવડ ગામે હર હમેશા માનવતાની મહેકની જ્યોત આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને સરવડ સાથે આ પંથકનુ નામ ગુંજતુ રાખ્યુ છે અને આવી સેવાઓ માં સતત કાર્યરત રહેશુ તેમ જણાવેલ હતુ.

 

- text