વાંકાનેરના ગાંગિયાવદરમાં પંચાયતી ચૂંટણીના ડખ્ખામાં હુમલો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગમે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર નો ખાર રાખી વિજેતા ઉમેદવારના ભાઈને હરીફ ઉમેદવાર દ્વારા મારમારવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- text

જાણવા મળતી હકીકત મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના રહેવાસી ચોથાભાઇ રવજીભાઈ ધોરીયા (ઉ.વ. ૪૫) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ વિક્રમભાઈ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉભા રહ્યા હોય અને આરોપીના ભાઈ ચુંટણીમાં હારી જતા આ બાબતનો ખાર રાખીને આરોપી દલસુખ પાંચા ધરજીયા, કુલદીપ પાંચા ધરજીયા, રાજેશ સોના, હકા તેગા, વિક્રમ અજીત, રાજેશ લવજી, મુન્ના રામજી, ભાવેશ હેમુ, મુન્ના બચું અને સુરેશ ભૂરા એમ ૧૦ શખ્શોએ ફરિયાદીને ગાળો આપી મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે મારમારી અને ધમકી આપવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text