ટંકારા પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

- text


ટંકારા : ટંકારા પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધા બાદ ત્વરિત કાર્યવાહી કરી દારૂ વેચનાર બૂટલેગરને ઝડપી લઈ કુલ ૧૧ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મેધપર(ઝાલા)ગામ નજીકથી જબલપુરનો રહેવાસી જયંતી ટપુભાઈ કાસુન્દ્રા વિદેશી દારૂની ૨ બોટલ લઈને આવતા ટંકારા પોલીસે ઝડપી પાડીને વધુ પૂછપરછ કરતા તે જયપાલસિંહ વિક્રમસિંહ ઝાલાની વાડીએ થી લઇ આવ્યાની કબુલાત આપી હતી.
આ કબૂલાતને પગલે ટંકારા પોલીસે મેઘપર ગામમાં દરોડો પડતા ત્યાંથી ૯ બોટલ દારૂ સાથે જયપાલસિંહને પણ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text