મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોના ઓબ્ઝર્વર નિયુકત થયા

- text


મોરબી:આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા મોરબી જીલની ત્રણેય બેઠકો માટે ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ના પ્રથમ તબકકાનું મતદાન તા.૦૯-૧૨-૨૦૧૭ના રોજ યોજાનાર છે. જેમાં ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેરની બેઠકો માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી અભયકુમાર સિંધ(આઇ.પી.એસ.), જનરલ ઓબ્ઝર્વર તરીકે ડો. એમ.ટી. રેજુ(આઇ.એ.એસ.), ખર્ચના ઓબ્ઝર્વરશ્રી એસ. નામ્બીરાજન (આઇ.આર.એસ.), શ્રી સેલ્વી કવિથા રામુ(આઇ.એ.એસ.)જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુકત થયા છે. જેમાં શ્રી અભયકુમાર સિંધ, શ્રી ડો. એમ.ટી. રેજુ, શ્રી સેલ્વી કવિથા રામુ આગામી તા. ૨૦ નવેમ્બરથી તથા શ્રી એસ.નમ્બીરાજન તા. ૨૫ નવેમ્બરથી ચૂંટણી દરમ્યાન નિયમિત મળી શકશે. જેઓના કોન્ટેકટ નંબર નીચે દર્શાવ્યા મુજબ છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે પટેલની યાદીમાં જણાવ્યું છે.

- text

ઓબ્ઝર્વરશ્રીના નામો અને સંપર્ક નંબર નીચે મુજબ છે
(૧) શ્રી અભયકુમાર સિંધ, IPS પોલીસ ઓબ્ઝર્વરશ્રી (૬૫-મોરબી,૬૬-ટંકારા અને ૬૭- વાંકાનેર) ૯૭૨૭૭૭૫૯૧૩ ૦૨૮૨૨-૨૪૨૧૭૧ ૦૨૮૨૨-૨૪૨૧૭૨

(૨) ડો. એમ.ટી. રેજુ,IAS જનરલ ઓબ્ઝર્વરશ્રી (૬૫-મોરબી અને ૬૬-ટંકારા) ૯૭૨૭૭૭૫૯૧૦ ૦૨૮૨૨-૨૪૨૧૭૨ ૦૨૮૨૨-૨૪૨૧૭૨

(૩ )શ્રી એસ. નમ્બીરાજન,IRS ખર્ચના ઓબ્ઝર્વરશ્રી (૬૫-મોરબી,૬૬-ટંકારા અને ૬૭- વાંકાનેર) ૯૭૨૭૭૭૫૯૧૨ ૦૨૮૨૨-૨૪૨૧૭૩ ૦૨૮૨૨-૨૪૨૧૭૨

(૪ )કુ.સેલ્વી કવિથા રામુ,IAS જનરલ ઓબ્ઝર્વરશ્રી (૬૭- વાંકાનેર) ૯૭૨૭૭૭૫૯૧૧ ૦૨૮૨૨-૨૪૨૧૭૪ ૦૨૮૨૨-૨૪૨૧૭૨

- text