મોરબી : જાલીનોટ પ્રકરણમાં નોટ છાપવાની સામગ્રી જપ્ત કરતી એસઓજી

- text


કચ્છમાં એસઓજી પીઆઇ સલીમ સાટીની ટીમે સપાટો બોલાવ્યો

મોરબી : મોરબીમાંથી રૂપિયા ૫.૨૫ લાખની જાલીનોટ પ્રકરણમાં ચાર આરોપીઓને ઝડપી લીધા બાદ આ પ્રકરણમાં એસઓજીએ ઝુકાવ્યું છે અને કચ્છમાં દરોડો પાડી જાલીનોટ છાપવાની સાધન સામગ્રી જપ્ત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જાલી નોટ પ્રકરણમાં ચારેય આરોપીઓ ૪ દિવસના રિમાન્ડ પર સોપાયા બાદ તપાસ કરી રહેલ મોરબી એસઓજીએ ગઈકાલે કચ્છમાં તપાસનો દોર ચલાવ્યો હતો. વધુમાં એસઓજી ટીમના પી.આઈ.સલીમ સાટીની ટીમે મુખ્ય આરોપી ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી રહે. ભારાપર તા. અબડાસા,કચ્છના સ્ટુડિયોએ દરોડા કાર્યવાહી કરી હતી અને આરોપીઓ જેની મદદથી નકલી નોટો બનાવતા હતા તે સ્કેનર,સીપીયુ અને મોનીટર સહિત જાલીનોટ બનાવવાની સાધન સામગ્રી કબજે કરી હતી.

- text

- text