શનાળામાં જાહેરમાં જુગાર રમતા આઠ પકડાયા

- text


રામજી મંદિર ચોકમાં જાહેરમાં રમતા જુગારમાં પોલીસ ત્રાટકી

મોરબી : મોરબીના શનાળામાં રામજી મંદિર ચોકમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લઈ એ ડિવિઝન પોલીસે ૧૭,૧૬૦ ની રોકડ જપ્ત કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામે રામજી મંદિર ચોકમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા સંજયસિંહ અજયસિંહ ઝાલા, સંજયસિંહ ચંદુભા, ક્રિપાલસિંહ ઝાલા, વિપુલગીરી નિલેશગીરી ગોસાઈ, રુવરાજસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા, મહોબતસિંહ ઝાલા સહિતના આઠ શખસો રૂપિયા ૧૭,૧૬૦ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. જુગાર મામલે મોરબી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ નાગદાનભાઈ ઇસરાણી તપાસ ચલાવી રહ્યા છે.

- text

- text