મોરબીનું નઝરબાગ રેલવે સ્ટેશન હજુ પણ અઢારમી સદીમાં : મુસાફરોને અપાઈ છે પુઠાની ટિકિટો

- text


વડાપ્રધાન મોદીના ડિજિટલ ભારતના સાઓનાને ચકનાચૂર કરી રહ્યા છે રેલવે બાબુઓ

મોરબી : ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન જોતા વડાપ્રધાન મોદીના મહાન સ્વપ્નને મોરબીના રેલવે બાબુઓ ચકનાચૂર કરી રહ્યા છે હાલમાં મોટાભાગના રેલવે સ્ટેશનો પર કોમ્પ્યુટરાઈઝ ટિકિટો મળી રહી છે ત્યારે નઝરબાગ રેલવે સ્ટેશને ૧૮મી સદીની પુઠાની ટિકિટો મુસાફરોને ધબડવામાં આવી રહી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નઝરબાગ રેલવે સ્ટેશન વર્ષોથી ઉપેક્ષાનો બોગ બની રહ્યું છે અહીં મુસાફરોને સુવિધાના નામે હેરાનગતિ જ મળી રહી છે નીચા પ્લેટફોર્મને કારણે બાળકો અને વૃધ્ધોને ટ્રેનમાં ચડવામાં મુશ્કેલીઓ પડે છે તો ગંદકીના સામ્રાજ્યને કારણે લોકોને ટ્રેનમાં મુસાફરી કરવી ત્રાસદાયક બની રહી છે. બીજી તરફ વર્ષે લાખો રૂપિયા પાણીના પરબ પાછળ ખર્ચતા રેલવે બાબુઓ અહીં ગ્લાસ પણ મૂકી શકતા નથી અને ગંદકીના સામ્રાજ્યને કારણે લોકોને પાણી પીવામાં પણ ઉલટી થઈ જાય તેવી સ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે ઔધીગિક વિસ્તારને કારણે સેંકડો લોકોની અહીં આવન જાવન રહે છે પરંતુ અણ છતાં અહીં ડિજિટલ કોમ્પ્યુટરાઈઝ બુકીંગ સિસ્ટમ કાર્યરત કરવાને બદલે રવળવે તંત્ર ૧૮મી સદીની પુઠાની ટિકિટો મુસાફરોને પકડાવી જુના સમયને યાદ કરાવી ગર્વ અનુભવી રહ્યું છે. બે દાયકા અગાઉ મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશનનો જમાનો હતો પરંતુ રેલવે તંત્ર આ રેલવે સ્ટેશનની જાળવણી કરવાનું ચુકી જતા રેલવે સ્ટેશન હાલ ખંઢેરમાં ફેરવાયુ છે અને વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અને ડિજિટલ ઇન્ડિયાના સૂત્રની હાસી ઉડવવામાં આવી રહી છે.

- text

- text