મોરબીમાંથી વાહન ઉઠાવગીરો છકડો રીક્ષા ચોરી ગયા

- text


મોરબી:મોરબીના ગાંધી ચોકમાં મેલડી માતાજીના મંદિર પાસે ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી રીક્ષા વાહન ઉઠાવગીરો ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના માનસર ગને રહેતા મેસનભાઇ કેશુભાઈ પંસારા (દેવીપૂજક)ની માલિકીની જી.જે.૩ એએક્ષ ૩૩૮૨ નંબરની રૂપિયા ૪૦૦૦૦ ની કિંમતની ખુશ્બૂ કંપનીની રીક્ષા મેલડી માતાજીના મંદિર પાસે પાર્ક કરી હતી ત્યારે કોઈ વાહન ઉઠાવગીરો ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text