હળવદના માલણિયાદ ગામે યુવાન કેનાલમાં ડૂબ્યો : ૪૮ કલાકથી શોધખોળ

- text


કેનાલ કાંઠે ઢોર ચરાવતી વેળાએ બકરી બચાવવા જતા યુવાન ડૂબ્યો

હળવદ:હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં ડુબી જવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવા જ એક બનાવમાં માળિયા બ્રાંન્ચની નર્મદા કેનાલમાં જુના માલણિયાદ ગામેનો ભરવાડ યુવાન કેનાલમાં બકરુ પડી જતા બકરાને બચાવવા જતા યુવાન પાણીમાં ડુબ્યો હતો,જો કે ૪૮ કલાક બાદ પણ યુવાનનો પતો ન લાગતા માલધારી પરિવાર ચિંતાતુર બન્યો છે.

- text

જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના જુના માલણિયાદ ગામનો માલધારી યુવાન ગોકણભાઈ નાનજીભાઈ ભરવાડ ઉ.૨૦ માલણિયાદ ગામની સીમમાં માલઢોર ચરાવવા જતો હતો ત્યારે ગુરૂવારે મોડી સાંજ સુધી ઘરે નહી આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી દરમિયાન માલણિયાદ ગામની નર્મદા કેનાલમાં બકરી કેનાલમાં ડુબી જતા ગોકણભાઈ ભરવાડ કેનાલમાં ઝંપલાવીને બકરીને બચાવવા જતા કેનાલમાં ડુબી ગયો હોવાનું ખેતમજૂરો પાસેથી જાણવા મળ્યું હતું.

માલધારી યુવાન કેનાલમાં ડૂબવા લાગ્યો ત્યારે આજુબાજુનાં ખેત મજુરોને જાણ થતા ગામ લોકોએ હળવદ મામલતદાર અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી ડુબી ગયેલ યુવાનની શોધખોળ આદરી હતી.

જો કે હાલ નર્મદા કેનાલમાં તરવૈયા ટીમ દ્રારા યુવાનની શોધખોળ ચાલુ છે પરંતુ ગુરૂવારના રોજ ડુબેલ યુવાનનો ૪૮ કલાક જેવો સમય વીતવા છતાં કોઈ પતો ન લાગતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

- text