મોરબીના રોટરીનગરમાં કોળી યુવાન ઉપર છરીથી હુમલો

- text


મોરબી:મોરબીના રોટરીનગર વિસ્તારમાં કોળી યુવાન પર છરી વડે હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના રોટરીનગરમાં રહેતા નરેશભાઈ બાબુભાઈ તુરિયા કોળી ઉ.૩૦ નામના યુવાનને હિરેન ધીરુભાઈ ખવાસ રહે. ન્યુ રીલીફનગર વાળા સાથે ગાંઠીયા આપવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી તેની સાથે રહેલા આરોપી નયન તથા અજાણ્યા બે માણસોએ તેને હાથમાં અને કપાળના ભાગે છરીથી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસે હુમલાખોરો વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text

- text