મોરબી : સીરામીક કંપનીમાં વીજશોક લાગતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના ઘૂટું રોડ પર આવેલા આઇકોન સિરામિકના કારખાનામાં મજુરી કરતા યુવાનને વિજશોક લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ ઘૂંટુ રોડ ઉપર આવેલ આઇકોન સિરામિક નામના કારખાનામાં કામ કરી રહેલા મનસુખ કરમશી ડુમસિયા કોળી ઉ.૩૨ નામના યુવાનને કારખાનામાં કામ કરતી વેળાએ વીજશોક લાગતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત થવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text