મોરબી શહેર અને ખરેડામાં વરુણ અને રેશમા પટેલના પૂતળા બાળવામાં આવ્યા

- text


સુપર માર્કેટ પાસે મનોજ પનારાની આગેવાનીમાં પાસના કાર્યકરોએ રેશમા અને વરુણ પટેલ તેમજ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા

મોરબી : પાસના આગેવાનો વરુણ અને રેશ્મા પટેલે ગઈકાલે ભાજપનો ખેશ ધારણ કરી લેતા આ બંને પૂર્વ પાસ આગેવાનોનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે પાટીદાર આંદોલનના સવેંદનશીલ સેન્ટર ગણાતા મોરબીમાં પણ પાસના કાર્યકરો દ્વારા વરુણ અને રેશ્મા પટેલના ભાજપ પ્રવેશનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
મોરબી શહેર અને મોરબી તાલુકાના ખરેડા ગામે આજે પાસના કાર્યકરો દ્વારા વરુણ અને રેશ્મા પટેલના પૂતળાનું દહન કરવામાં આવયું હતું. ખરેડા ગામે પાસ સમિતિ દ્વારા ગામના મુખ્ય ચોકમાં વરૂણ અને રેશ્મા પટેલના ભાજપ પ્રવેશને સખત શબ્દોમાં વખોડી કાઢી બંને ને પાટીદાર સમાજના ગદારો ગણાવી તેમના પૂતળા બાળીને વિરોધ કર્યો હતો. જયારે મોરબી જિલ્લા પાસ સમિતિના કન્વીનર મનોજ પનારાની આગેવાનીમાં મનોજ કાલરીયા, અલ્પેશ કોઠીયા સહિતના કાર્યકરોએ પણ મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ નજીક સુપર માર્કેટ પાસે વરુણ અને રેશ્મા પટેલના પૂતળાને જોડા મારી તેમને સમાજના ગદારો ગણાવી તેમની અને ભાજપની વિરુદ્ધમાં ઉગ્ર સૂત્રોચ્ચારો કરી બંને ના પૂતળાને સળગાવ્યા હતા.

 

- text