વરદાન ફાઉન્ડેશન દ્વારા મારવાડી કોલેજના ગરીબ મજૂરો સાથે દિવાળીની ઉજવણી

- text


મોરબી:વરદાન ફાઉન્ડેશન દ્વારા ગરીબો પણ દિવાળી ઉજવી શકે તેવા આશયથી તાજેતરમાં મારવાડી યુનિવર્સીટી ખાતે ગરીબ મજૂર પરિવારો સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

- text

દિપાવલી પર્વને અનુલક્ષીને વરદાન ફાઉન્ડેશન દ્વારા મારવાડી કેમ્પસમાં વસવાટ કરતા ૨૫૦ જેટલા પરિવારો સાથે ફિલ્મ જોવા ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને
શ્રમિકોને મીઠાઈ ખવડાવી તથા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મારવાડીના રજીસ્ટ્રાર નરેશ જાડેજા અને ડો.રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ સમર્થ ભટ્ટ,રવિ કાપડિયા,દર્શન કાપડિયા,રીધ્ધી નંદા,પ્રતિક સોમેશ્વર,હર્ષવર્ધન શર્મા,વિશ્વ વારીયા,ધવલ કાલરીયા,ક્રિષ્ના મલુયાશીયા,જાનકી દેલવાડીયા,ધ્રુવી જેઠવા,કિરણ સોલંકી,ચિંતન સાવલિયા,હાર્દિક માવદીયા,એલીસ ડઢાણીયા અને બ્રિજેશ ગાંધીએ જહેમત ઉઠાવી હતી.તેમજ આ ઉમદા કાર્યક્રમ કરવા બદલ મારવાડી કોલેજના કો-ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણા,વરદાન ફાઉન્ડેશનના ફાઉન્ડરવર્ષા જેસલમેરિયા,કો-ફાઉન્ડર દર્શન સાલુકે અને ટ્રસ્ટી અમરપ્રીતસિંધ અરોરાએ અભિનદન પાઠવ્યા હતા.

 

- text