હળવદમાં કપાસના ભાવ ન મળતા ખેડૂતોએ કર્યો ચકકાજામ

હળવદ:હજુ તો કપાસ ની સિઝન શરૂ જ થઈ છે ત્યાં કપાસના ભાવ ગગડી તળિયે બેસી જતા આજે હળવદના ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કપાસ ના ભાવ પુરતા નો મળતા હોવાથી આજે હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક એકત્રિત થયેલા ખેડૂતોએ ચકકાજામ કરી ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જો કે આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડયો હતો.