વાંકાનેરના લક્ષ્મીપરામા સામાન્ય બાબતમાં ડખ્ખો

- text


મધ્યરાત્રીએ ઢોર ભરવાની ના પાડતા મારામારી

વાંકાનેર:વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં અડધી રાત્રે ઢોર ભરવા બાબતે બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા રાબીયાબેન શાહબુદીનભાઈ શેરશીયાએ વાંકાનેરના એજાજભાઈ અબુભાઈ ખાટકી, અતીરભાઈ અબુભાઈ ખાટકી,ઇમરાનભાઈ અબુભાઈ ખાટકી, મુબીનભાઈ અબુભાઈ ખાટકી,અબુભાઈ હાજીસાહેબ,અનશભાઈ ગફારભાઈ ખાટકી, ગફારભાઈ હાજીસાહેબ રહે- બધા- લક્ષ્મીપરા વાળા પોતાના ઢોર જાહેર શેરીમા બાંધતા હોય તેમજ મધ્યરાત્રીના ઢોર વાહનમા ભરતા હોય જેના અવાજના કારણે સુઈ શકતા ન હોવાનુ કહેવા જતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ફરિયાદીને ગાળો બોલી માર મારતા ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં આરોપીઓએ આવી ફરી તેમજ સાહેદોને ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ફરી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હાથમા તલવાર લઈ આવી તેમજ પાછળથી આવી ફરી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ કરી ભુંડાબોલી ગાળૉ આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરી મ્હે.જીલ્લા મેજી. સા મોરબીના હથિયારબંધી જાહેરનામા નો ભંગ કરતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text