મોરબી રેલવે પોલીસે ભુલા પડેલા બિહારી તરુણનો ભાઈ સાથે ભેટો કરાવ્યો

- text


પિતાએ ઠપકો આપતા બિહારી તરુણ ઘર છોડી પોતાના ભાઈ પાસે મોરબી આવવા નીકળી ગયો અને ટ્રેજડી સર્જાઈ

મોરબી:પરિવારજનોએ ઠપકો આપતા બિહારથી ઘર છોડી પોતાના ભાઈ પાસે મોરબી આવવા નીકળી પડેલા તરુણ પાસેથી ભાઈના નામ સરનામની ચિઠ્ઠી પડી ગયા બાદ હતાશ બનેલા બિહારી તરુણનો મોરબી રેલવે પોલીસે ભાઈ સાથે ભેટો કરાવી પ્રસંશનીય કામગીરી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે મોરબી રેલવે સ્ટેશન ઉપર એક અજાણ્યો તરુણ મલી આવતા પોલીસે તેની પૂછપરછ કરતા તે હતપ્રભ બની રડવા લાગ્યો હતો અને સમગ્ર કથની વર્ણવી પોતે પોતાના ભાઈ કે જે મોરબીમાં સીરામીક ફેકટરીમાં કામ કરે છે તેની પાસે આવ્યો છે પરંતુ તેનો ભાઈ ક્યાં કામ કરે છે તેની વિગત તેની પાસે નથી ઉપરાંત તેના ભાઈના મોબાઈલ નંબર લખેલી કાપલી પણ પડી ગઈ હોય તરુણ મુશ્કેલીમાં મુકાયો હોવાનું જણાવ્યું હતું.

દરમીયાન પરિસ્થિતિ પામી ગયેલ મોરબી રેલવે પોલીસે સોશિયલ મીડિયામાં તરુણના ફોટા સાથેના મેસેજ વાઇરલ કરી તેના ભાઈને શોધવા પ્રયાસ કર્યો હતો.

- text

વધુમાં મોરબી રેલ્વે પોલીસના અધિકારી પવન કુમાર સિંહ તથા પોલીસ સ્ટાફના રણજીતસિંહ અને રાજેશ કુમાર તેની પૂછપરછ કરી આ તરુણની બધી વિગતો મેળવી હતી જેમાં તરુણ બિહારના શિવરી ગામનો હોવાનું અને પોતનું નામ પ્રેમકુમાર મનોજકુમાર હોવાનું જણાવ્યું હતું અને તેનો ભાઈ જે મોરબી નોકરી કરે છે તેનું નામ ચંદકિશોર હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બિહારી તરુણ પ્રેમકુમારે વધુમાં કહ્યું હતું કે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો એટલે લગભગ ૧૬ તારીખે તે મોરબી આવા માટે ઘરેથી નીકળી ગયો હતો કોઈને કીધા વગર પેહલા સુરત પહોચ્યો હતો અને ત્યારે બાદ ત્યાં કોઇને મોરબી જાવનું કહેતા તેને મોરબીની ટ્રેનમાં બેસાડી દીધો હતો

બીજી તરફ મોરબી પોલીસે સોશ્યલ મીડિયા અને પોતાના સુત્રોને કામે લગાડી બિહારી તરુણના ભાઈની ભાળ મેળવી હતી અને તેના ભાઈ સાથે મિલન કરાવ્યું હતું.

આમ મોરબી રેલ્વે પોલીસ સ્ટાફે એક ખોવયેલ તરુણને તેના ભાઈ સાથે મુલાકાત કરાવી પ્રસંશનીય કામગીરી કરી હતી.

- text