મોરબી : ધ ગ્રાન્ડ વર્ધમાન હોટલમાં જુગાર રમતા 5 ઝડપાયા : 2.25 લાખની રોકડ ઝપ્ત

- text


મોરબી : લખધીરપુર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ વર્ધમાન હોટલના રૂમમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે આર.આર. સેલે પોલીસ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. જેમાં હોટલના રૂમમાં 5 શખ્સો રમતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે હોટલના રૂમમાંથી અશોક મગન પટેલ, અનિલ ગુલાબચંદ જૈન, શંકર કાનજી બારેચિયા, જીતેન્દ્ર અરવિંદ મેહતા, મનીસ મનહર પટેલને 2.25 લાખની રોકડ સહિત 5.25 લાખ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી.

- text

- text