માળિયા (મીં.) તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વેણાસર ખાતે યોજાયું

- text


પ્રદર્શનમાં તાલુકાની કુલ ૨૮ શાળાઓએ ભાગ લઈ ઉત્તમ કૃતિઓ રજુ કરી.

માળિયા (મીં.) : જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી માર્ગદર્શિત તેમજ તાલુકા પંચાયત અને બી.આર.સી. ભવન માળિયા (મીં.) આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વેણાસર ગામે યોજાયું હતું.
પ્રદર્શનમાં કુલ ૫ વિભાગમાં તાલુકાની ૨૮ શાળાઓએ ભાગ લીધો જેમાં બાળ વૈજ્ઞાનિકોએ સ્વાઈફલુ નિવારણ, આધુનિક ખેતી, ઇકોફ્રેન્ડલી ગન, અકસ્માત નિવારણ, કચરાનું વ્યવસ્થાપન, ગાણિતિક મોડેલ જેવા વિષયોને અનુરૂપ માહિતી સભર કૃતિઓ રજુ કરી. પ્રદર્શનમાં ભરતભાઈ જાનવા, નરેશભાઈ પંડ્યા અને હેતલબેન વાણિયા એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

- text

કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં ધર્મેન્દ્રભાઈ વિડજા પ્રમુખશ્રી તાલુકા પંચાયત માળિયા, દિનેશભાઇ હુંબલ પ્રમુખશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માળિયા, હસુભાઈ વરસડા મહામંત્રીશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માળિયા, પ્રવીણભાઈ ભોરણિયા ટીચર ટ્રેનિંગ ઓફિસર માળિયા, તેમજ સમાપન સમારોહમાં જિજ્ઞાબેન અમૃતિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માળિયા, દિનેશભાઇ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાંકાનેર, કરમણભાઈ ચાવડા ઉપપ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માળિયા, વસંતબેન કુવરીયા સરપંચશ્રી વેણાસર, ધીરૂભાઇ બકુત્રા, નાથાભાઈ અવાડીયા, છગનભાઈ સરડવા પ્રમુખશ્રી તાલુકા પંચાયત કર્મચારી મંડળી માળિયા ઉપસ્થિત રહ્યા હતા. અને આદિત્ય કોર્પોરેશન મોરબીના મૌલિકભાઈ કરશનભાઇ રાઠોડના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો આપી ભાગ લેનાર શાળા અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અશ્વિનભાઈ આહીરએ સંચાલન કર્યું હતું. તેમજ ધીરૂભાઇ ખાંભરા દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ અવાડીયા બી.આર.સી.કો. ઓર્ડીનેટર માળિયા, હરદેવભાઈ કાનગડ, દિનેશભાઇ કાનગડ, રાજેશભાઇ બાલસરા, મોહનભાઈ કુવાડીયા, રાજેશભાઈ બકુત્રા, અનિલભાઈ બદ્રકિયા, તાલુકાના તમામ સી.આર.સી., તાલુકા શાળાના આચાર્યો તેમજ વેજલપર તાલુકા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

- text