માળીયા(મિ)માં જૂનો ખાર રાખી યુવાન પર હુમલો : બેને ઇજા

- text


માળીયા (મિ) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ મુજબ હબીબ દાઉદ માલાણી રહે માળીયા ગામે કાલે સવારે ભીમસર ચોકડી પાસે કામ અર્થે જતા હતા. તે દરમિયાન રાજકોટના સલીમ કાસમ માણેક, પટલો કાસમ માણેક, રાજુ તયુબ માલાણી, મુસ્તુક તયુબ માલાણી, વીરુ કાઠી ત્યાં આવીને જુના ઝગડાનો ખાર રાખીને હબીબને ધોકા અને છરી વડે માર મારતા તેને હાથમાં ઇજા થઇ છે. જ્યારે ઇબ્રાહિમને બને પગના ફેક્ચર થતા મોરબી સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text