લજાઈમાં નિશાચરોના આટાફેરા : ગામના યુવાનોએ જાતે પેટ્રોલિંગ શરુ કર્યું

- text


બાઈક ઉઠાતરી કરતી ગેંગ ને પકડવા યુવાનોનો આખી રાત ચોકી પહેરો.

ટંકારા : ટંકારામાં તરખાટ મચાવનાર સટર ઉચકુ ગેંગ હજી પોલીસ સકંજા થી દુર છે ત્યાં લજાઈમાં મોટરસાયકલ ઉઠાવગીર ગેંગ સક્રિય થતા નિશાચરોને પકડવા દલિતસમાજના યુવાનોએ રાત્રે જાગવાનું શરૂ કરી ચોકીપેરો કરી રહ્યા છે.
ટંકારાના લજાઈ ગામે છેલ્લા અઠવાડિયા થી તસ્કરો રોજ આટાફેરા કરતા હોવાની દહેશત સાથે ગામના દલીત યુવાનો રોજ ચોકીપેરો શરૂ કર્યો છે થોડા દિવસ પહેલા જ એક બાઈક ઉપડી જવાની ઘટના અને ટંકારા મા ઉપરા ઉપરી શટર ને ઉચકિ ચોરી ને અંજામ આપનારા ને જેલ ના સળીયા ગણાવવા જાગૃત નાગરિકોએ ટીમ બનાવી છે.
વધુમાં દલીત આગેવાન હેમતભાઈ ચાવડા. અમુતભાઈ ચાવડા સહીત 17 જેટલા યુવાનો ટંકારા ફોજદાર કે. જે. તેરૈયા ને રુબરુ મળી લેખીત રજુઆત કરી હતી અને પોલીસ ને સહાયક થવા તૈયારી દર્શાવી હતી.

- text

- text