પડતર પ્રશ્નો નહિ ઉકેલાય તો હવે દિલ્લી જંતર મંતર ખાતે ધરણા કરશે શિક્ષકો

- text


શિક્ષક દિને ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાના શિક્ષકો જોડાયા

- text

મોરબી : પેન્શન યોજના સહિતની પોતાની પડતર માંગણી પ્રશ્ને લડત ચલાવી રહેલા મોરબી સહિત રાજ્યભરના શિક્ષકોએ ગઈકાલે ગાંધીનગર ખાતે ધરણાપ્રદર્શન કરી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.અને જો પ્રશ્ન નહિ ઉકેલાય તો આગામી શિક્ષક દિવસે દિલ્લી ખાતે ધરણા કરવામાં આવશે.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ મણિલાલ સરડવાના જણાવ્યા મુજબ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોની અનેક પડતર માંગણી સંદર્ભે અનેક રજુઆત કરવા છતાં સરકારે ઉકેલ ન લાવતા ના છૂટકે ગાંધીનગર પથિકાશ્રમ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.
આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષ સાણજા,મોરબી જિલ્લા પ્રા.શી.સંઘના મણિલાલ સરડવા,મહામંત્રી ઇસુબભાઈ પરમાર સહિત મોરબી જિલ્લા ના તમામ ઘટકોના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વધુમાં શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવી,બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવી, સમાન કામ સમાન વેતન સહિતના મુદ્દે લડત આપવામાં આવી રહી છે અને જો સરકાર હોવી પ્રશ્ન નહિ ઉકેલે તો આગામી શિક્ષકદિને દિલ્હી જંતર મંતર ખાતે ધારણાં યોજવાની જાહેરાત કરી હતી.

- text