હળવદમાં સોનિવાડ કા રાજા ગણપતિ મહોત્સવની ધામધુમથી ઉજવણી

- text


હળવદ : સોનિવાડ સમિતિ તેમજ વિસ્તારનાં રહીશો દ્વારા હર્ષોઉલ્લાસથી અને ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં દરરોજ અલગ અલગ ધાર્મિક સાંસ્ક્રુતિક કાર્યક્રમો જેવા કે સુંદરકાંડના પાઠ, શ્રી શિવમહિમન સ્તોત્રમ, ધુનભજન, રાસ ગરબા, વિદ્યાર્થી સન્માન સમારોહ સહિત અનેકવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિશેષમાં ગણપતિ બાપ્પાને અલગ અલગ સાફા (મુગટ) પહેરાવીને સુંદર શણગાર કરવામાં આવતો હતો. સવાર સાંજ ગણપતિ દાદા ની આરતી કરવામાં આવતી હતી જેમાં આજુ બાજુનાં વિસ્તારનાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડતા હતા. અનંત ચતુર્દશીના દિવસે બાપાના વિસર્જન દિન નિમિત્તે ભવ્ય શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભવ્ય ય્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિસર્જનમાં ભાવિક ભક્તો “ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લોકરિયા” ના નાદ સાથે ભાવવિભોર થઈ અને હળવદની મુખ્ય બજારમાં થઇ સામંતસર સરોવર ખાતે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોનિવાડ, શર્માફળી અને આસપાસના વિસ્તારના સૌ ભાવિક ભક્તો તેમજ અમન દવે, કીરણ પડંયા, કુષ્ણસિહ ઝાલા, હેમાંગ દવે, યોગેસ દવે, મયુરસિહ ઝાલા સહિતના લોકોએે ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text