મોરબી-રાજકોટ હાઇવે પર કાર સળગી : એકને ઇજા

- text


છતર નજીક સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગતા કાર અગનગોળો બની ગઈ

- text

ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર આજે બપોરે અચાનક જ છતર નજીક એક કારમા આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી.
બનાવની મળતી વિગતો મુજબ છતર નજીક એક સફેદ કલરની સ્કોર્પિયો કારમાં અચાનક જ આગ લાગી હતી. કારમાં લાગેલી આગ થોડી જ વારમાં સમગ્ર કારમાં ફેલાઈ જતા કાર અગનગોળો બની ગઈ હતી. આ ઘટનાના પગલે હાઇવે પર થોડી વાર અફડાતફડી મચી ગઇ હતી. જ્યારે આ ઘટનામાં કારમાં સવાર વસંતભાઈ ઉર્ફે હકાભાઈ મુંજાત. રહે હરિપર ને ઇજા પોહચતા સારવારમાં રાજકોટ ખસેડાયા છે.

- text