ટંકારામાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવના આયોજક અરવિંદ બારૈયાની રક્તતુલા

- text


મહારક્તદાન કેમ્પમાં ૨૧૫ બોટલ રક્ત એકત્રિત કરાયું

ટંકારા:ટંકારાના સિદ્ધિ વિનાયક ક રાજા ગણેશોત્સવ સમિતિ દ્વારા આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમા ૨૧૫ બોટલ રક્ત એકત્રિત કરી ગણેશોત્સવના આયોજક અરવિંદ બારૈયાની રક્ત તુલા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ સમિતિ ટંકારા ગામે લતીપર ચોકડી ખાતે આજે સવારે ૯ વાગ્યાથી ગણેશોત્સવ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જે સાંજે ૫ વાગ્યા સુધી ચાલ્યો હતો,આ મહારક્તદાન કેમ્પમાં ૨૧૫ બોટલ રક્ત એકત્રિત કરી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવના આયોજક અરવિંદ બારૈયાની રક્તતુલા કરવામાં આવી હતી.

- text

આયોજક અરવિંદ બારૈયા જણાવ્યા મુજબ આજે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં ટંકારા અને પડધરી તાલુકાના સરપંચને આમંત્રણ આપવામાં આવતા ૪૫ થી વધુ ગામોના સરપંચો આ સેવા કાર્યમાં હાજર રહ્યા હતા ઉપરાંત બહેનોએ પણ ભારે ઉત્સાહ પૂર્વક રક્તદાનકારી રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું.વધુમાં આ મહારક્તદાન કેમ્પમાં ૨૧૫ બોટલ રક્ત એકત્રિત કરી ૮૦ કિલોગ્રામ વજન ધરાવતા સિદ્ધિ વિનાયક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયાની રક્ત તુલા કરી સમીતીના સભ્યોએ સૌને અચંબિત કર્યા હતા.

આ મહા રક્તદાન કેમ્પમાં પડધરી,ટંકારા અને મોરબી માંથી અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં ભાજપ અગ્રણી પ્રભુભાઈ કામરીયા,કિરીટભાઈ અંદરપા,સંજયભાઈ ભાગીયા,ઉમિયા નવરાત્રી મહોત્સવના અમિતભાઇ દેથરીયા,પંકજભાઈ બાવરવા,ધવલભાઈ હદવાણી અને ગામે ગામથી સરપંચો,ઉપસરપંચો અને મહિલાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા.
સમગ્ર આયોજન્નર સફળ બનાવવા ટંકારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ સમિતિના લાલાભાઈ આચાર્ય,નાના ખીજડિયા ગામના સરપંચ ફિરોજભાઈ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text