મોરબીના લોહાણા વૃદ્ધ હત્યા કેસમાં વધુ એક નેપાળી શખ્સને ઝડપાયો

- text


મોરબી:મોરબીના લોહાણા વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા કરવાના ગુન્હામાં મોરબી એલસીબીએ વધુ એક આરોપી નેપાળી શખ્સને બેંગલુરુથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

અગિયાર માસ પૂર્વે મોરબીના લોહાણા વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા કરનાર નેપાળી ગેન્ગના વધુ એક રિઢા ગુન્હેગારને ઝડપી લેવામાં મોરબી એલસીબીને મોટી સફળતા મળી છે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી વ્યાસના જણાવ્યા મુજબ એલસીબી સ્ટાફે બેંગ્લુરુમાંથી સંગમ ઉર્ફે સુરેશ બાલારામ ઉર્ફે કાલે ભંડારી ઉ33 રહે.નયાબસ્તિ નગરપાલિકા, જિલ્લો ધનગડી નેપાળ વાળાને કર્ણાટક બેંગલુરુંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ એલસીબી પોલીસે એકાદ માસ પૂર્વે સપ્ટેમ્બર 2016માં મોરબીનાં ચા ના લોહાણા વેપારી સુરેશભાઈ પુજારા ઉ.વ. ૬૦નાં મકાનમાં અજાણ્યા આરોપીઓએ પ્રવેશ કરી સુરેશભાઈને હાથ-પગ બાંધી ગળે ટુપો દઈ હત્યા કરી હતી. આ ઘટના મોરબી એલસીબીએ તપાસ હાથ ધરી બે આરોપી ચંદ્રબહાદુર અને મહેન્દ્રને પકડી પાડ્યા હતા. આ ગુન્હાનાં વધુ બે આરોપી રમેશ અને સુરેશ ભાગતા ફરતા હતા જેને એલસીબીની ટીમે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં રમેશ બિરકશ રાઓલને બેંગ્લુરુમાંથી ઝડપી લેવામાં મોરબી એલસીબી પોલીસના હાથે બેંગ્લોરથી ઝડપાઇ ગયો હતો.

- text

- text