કોન બનેગા કરોડપતિમાં હળવદનો યુવક ઝળકશે

તારીખ.6-9-2017 અને 7-9-2017ના રોજ પ્રસારિત થનારા કોન બનેગા કરોડપતિ શો દેખાશે

હળવદ : કોન બનેગા કરોડપતિ સિઝન 9 માં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપરના સથવારા સમાજના યુવાનને ઝળકવાનો મોકો મળ્યો છે.
હળવદ તાલુકાના મેરૂપરના હડિયલ રૂપાભાઈ મનસુખભાઇ કોન બનેગા કરોડપતિ સીઝન 9 માં હૉટશીટ પર બેસી તારીખ.6-9-2017 અને 7-9-2017 માં કોન બનેગા કરોડપતિ માં ભાગ લઈ સથવારા સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.