મોરબીના જેતપરમાં મહિલાના ફોન આવવા મામલે જીવલેણ હુમલો

- text


મોરબી : મોરબીના જેતપર ગામે મહિલાના ફોન આવવા મામલે યુવાનને છરીના ઘા ઝીકાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
જાણવા મળતી વીગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા લાલજી ઉર્ફે લાલો બચુભાઇ દેગામાં ને વનિતા નામની મહિલાના ફોન આવતા હોય આ મામલે આરોપી મુકેશ ખોડાભાઈ દેગામા સાથે બોલા ચાલી થઈ હતી બાદમાં આરોપી મુકેશે ફરિયાદી લાલાને ગાળો દઈ ઢીકા પાટુનો માર મારી શરીરના જમણા પડખામાં છરીના બે ઘા મારી દેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ બાબતે મોરબી તાલુકા પોલીસે લાલજી ઉર્ફે લાલાની ફરિયાદના આધારે મુકેશ ખોડા દેગામા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીએસઆઇ રાણા ચલાવી રહ્યા છે.

- text

- text