મોરબીમાં 4 મહિલા સહીત 11 જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે સાતમ આઠમ બે દિવસ જુગારના દરોડામાં બ્રેક રાખ્યા બાદ આજે ફરીથી પોલીસે શ્રાવણી જુગાર પર ધોંસ બોલવાની શરુ કરી છે. જેમાં શહેરની ઝવેરી શેરીમાંથી 4 મહિલા સહીત 9 જુગારી અને અને સામાકાંઠેથી 2 જુગારી સહીત કુલ 11 જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

મોરબી એ ડિવિઝન પીઆઇ સોનારા, પીએસઆઇ રાવલ સહિતના સ્ટાફે શહેરની ઝવેરી શેરીમાં રહેણાંક મકાનમાં દરોડો પડી જુગાર રમતા અશોકભાઈ મનસુખલાલ લાખાણી, ઇબ્રાહિમ કાદરશા શાહમદાર,હનીફ ઉસ્માનશા શાહમદાર, સાહિર રહીમભાઈ માડ઼કિયાં, હનીફ અબ્દુલભાઇ શાહમદાર, પ્રતિમાબેન અનિલભાઈ જોષી, રુચાબેન પ્રવીણભાઈ જોષી, અંજનાબેન ધવલભાઈ કોળી, ઇલાબેન લાખાણીને રૂ. 33930ની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે બી ડિવિઝન પોલીસે સામાકાંઠે કુબેર સિનેમા પાછળ જાહેરમાં જુગાર રમતા ગોપાલ હરિભાઈ રાજગોર, સોમાભાઈ કાળાભાઇ બારૈયાને રૂ. 15300ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text