મોરબીમાં લોકમેળામાં સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકળાનું વિતરણ

મોરબી : સૌરાષ્ટ્રમાં સ્વાઇનફ્લૂએ મચાવેલા હાહાકારને પગલે તકેદારીના પગલાં ભરતા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં તુલસીના પાન યુક્ત ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાને પગલે મોરબી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના રોગથી બચવા જનજાગૃતિ માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે,જે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટ નજીક યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળામાં ખાસ સ્ટોલ ઉભો કરી આજે સ્વાઇનફલૂ પ્રતિરોધક ઉકળાનું 700થી વધુ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતુ અને લોકમેળા દરમિયાન તંત્ર દ્વારા 10 હજાર લોકોને ઉકાળા વિતરણ કરવા લક્ષયાંક રખાયો છે.