મોરબીના ક્રિષ્ના લોકમેળામાં માનવ મહેરામણ હિલોળે ચડ્યો…જુઓ મેળાની તસવીરો

મોરબી : મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોક મેળામાં હૈયે હૈયું દળાઇ તેવી માનવ મેદની ઉમટી રહી છે ખાસ કરીને આજે સાતમના સપરમાં દિવસે મેળાના માણિગરોએ મેળો માણવા ઉમટી પડ્યા હતા.

સમાજ જોડો દેશ જોડોના સૂત્ર સાથે વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાનું ગઈકાલે વંચિત ગરીબ બાળાઓના હસ્તે ઉદઘાટન કરાયા બાદ ગરીબ બાળકોને તમામ રાઈડ્સમાં ફ્રી માં મોજ કરાવવામાં આવી હતી.
લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોરબીના એકમાત્ર આ મેળામાં લોકો માટે ફ્રી વાઇફાઇ ઝોન,જુદી-જુદી 17 જેટલી નાનાં-મોટી રાઈડ્સ,ફજત-ફાળકા,મોતનો કૂવો સહિતના આકર્ષણો રંગ જમાવી રહ્યા છે.
ઉપરાંત મેળામાં લોકોને સ્વાઇનફ્લુ થઈ બચવા ઉકાળા વિતરણ, મોરબી કોર્ટ દ્વારા કાનૂની માર્ગ દર્શન સહિતની માહિતી પીરસવાની સાથે આયોજકો દ્વારા ફિલ્મીગીતોની સાથે દેશભક્તિના ગીતો સંભળાવી લોકોમાં દેશભક્તિનો માહોલ પણ ઉભો કરવામાં આવી રહ્યો છે.