આજે નાગ પાંચમી : મોરબીમાં છે ૫૦૦ વર્ષ પુરાણું નાગદેવતાનું મંદિર

- text


દર સોમવારે નગદેવતાને દૂધ પીવડાવવા લોકોની ભીડ ઉમટે છે

મોરબી : મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં આવેલ ૫૦૦ વર્ષ જૂનું ચરમરીયાદાદા ના મંદિર તરીકે ઓળખાતું નાગદેવતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બન્યુ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં ૫૦૦ વર્ષ પુરાણું નાગદેવતાનું મંદિર આવેલ છે લોકવાયકા મુજબ શ્રાવણમાસના દર સોમવારે અહીં નગદેવતા દૂધ પીવા આવતા હોય અહીં ભાવિક શ્રદ્ધાળુઓની ભીડ જામે છે.
રાજાશાહી સમયમાં મોરબીના રાજા મહારાજા પણ આ મંદિરના દર્શને આવતા હોવાનું તેમજ નાગદેવતા દૂધ પીવે છે કે કેમ તેની તપાસ કરતા દૂધ પીવાની વાત સત્ય સાબિત થઈ હોવાનું પણ શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે.
વધુમાં ચરમારીયા દાદાના આ મંદિરની સેવા-પૂજા ૧૫૦ વર્ષ જેટલા સમયથી પૂજારી હર્ષગીરી ગૌસ્વામીનો પરિવાર પેઢી દર પેઢીથી કરી રહ્યો હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે હાલમાં પણ ફળિયામાં ક્યાંય પણ ખોદકામ કરવામાં આવે તો નાના મોટા નાગદેવતાના દર્શન અચૂકપણે થાય છે.

- text