હળવદ નજીક દેવળીયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત : 2 ના મોત : અનેક ઘાયલ

- text


મોરબી : માળીયા હળવદ હાઇવે પર દેવળીયા નજીક રાત્રીના એસટી બસ નં. જીજે 18 ઝેડ 0231 સાથે સામે આવતા ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એસટી બસની એક બાજુની આખી સાઈડ ચિરાઈ ગઈ હતી. અકસ્માત અંગે મળતી વિગતો મુજબ અકસ્માતમાં એસટીમાં સવાર અનેક લોકોને ગંભીર ઇજા પોહચી છે. જેમાં મહિલા અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ મળતી વિગત મુજબ 2 ના મૃત્યુ નીપજ્યાં છે. અને ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુનો આંક વધવાની દહેશત છે. ઘટનાના પગલે હળવદનો 108નો સ્ટાફ અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

- text

- text