રફાળેશ્વર મંદિરનો જાજરમાન ઇતિહાસ : જેવાં શિવજીએ અનેક ભક્તોને કૃતાર્થ કર્યા છે

- text


મોરબી : સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર સેંકડો પવિત્ર તીર્થ ધામ આવેલા છે. જેમાંનું એક એટલે મોરબી નજીકનું રફાળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં લોકમેળો ભરાય છે.

- text

મોરબીથી વાંકાનેર તરફ 8 -એ નેશનલ હાઇવે પર 10 કિમિ દૂર રફાળેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરનો વહીવટ છેલ્લા ઘણા વર્ષોથી મહારાજા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રષ્ટ દ્વારા કરવામાં આવે છે. રફાળેશ્વર શબ્દ રિપુફળેશ્વરના અપભ્રંશ માંથી ઉદભવ્યો છે. આ જગ્યાનું પૌરાણીક મહત્વ અનેરું છે. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રમ્હાજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમને ઉપર લક્ષ્મીજીએ પ્રસન્ન થઇ વરદાનો આપ્યા હતા. ત્યારબાદ રંભ્ય નામના મુનિએ આજ ક્ષેત્રમાં મહાદેવજી ઉપ્પર તપ કરતા ”રંભયેશ્વર” નામથી મહાદેવ પ્રસિદ્ધ થયાં હતાં. ત્યારપછી રિપુફાલ નામના રાજકુમારે આ ક્ષેત્રમાં રંભય મુનિના ઉપદેશથી મહાદેવ ઉપર તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા હતા. અને ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાડેશ્વર નામથી ઓળખાવા લાગી.હજારો વર્ષોંબાદ ”રિપુફાડેશ્વર” શબ્દનું અપભ્રશ થતા આ જગ્યા હવે ” રફાળેશ્વર” તરીકે જાણીતી બની છે. આ મંદીરના વિકાસ પાછળ મોરબીના રાજા લખધીરજીએ મંદિર નાનું પડવાથી અને ચોકમાં એક સાથે નારાયણ બલિ વખતે બ્રહ્માણ ભોજન કરાવવામાં તથા યજ્ઞ વગેરે પૂજા, ધાર્મિક ક્રિયા કરતી વખતે સંકડામણ પડતી હોવાથી રૂ. 1,00,000ના ખર્ચે ભવ્ય અને વિશાળ મંદિર બંધાવ્યું હતું.
આ મંદિરનો છેલ્લો જીર્ણોધ્ધાર મહાદેવના પરમભક્ત ઝવેરી ડાયાલાલએ 1972માં કરાવ્યો હતો. રફાળેશ્વરના મંદિરની બાજુમાં 40′ બાય 40′ નો વિશાળ કુંડ છે. જેમાં સ્નાન કરી ભક્તો ધન્યતા મેળવે છે. રફાળેશ્વર મંદિરે વિશાળ જગ્યામાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા અમાસ નિમિતે બે દિવસીય લોકમેળો યોજાશે. અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પિતૃપર્ણનું અનેરું મહત્વ છે.

- text