વાંકાનેર પાસે હાઇવે પર અજાણ્યા વાહને ગાયોને હડફેટે લીધી

- text


વાંકાનેર : વાંકાનેર ચોટીલા હાઇવે પર ચંદ્રપુર ગામ પાસે હાઇવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બે ગાયો ને હડફેટે લઇને ગંભીર ઇજા પહોંચાડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અંગેની જાણ ચંદ્રપુરના સરપંચ ને થતા તે પણ ત્યાં દોડી ગયા હતા ત્યાર બાદ તેને વાંકાનેર ના ગૌ રક્ષકો તથા શિવસેના કાર્યકરો ને આ બાબતની જાણ કરી હતી. અને ગૌ રક્ષકો અને શિવ સૈનિકો તુરંત જ ત્યાં પહોંચી ને ડોક્ટર ને બોલાવી અને પ્રાથમિક સારવાર આપી પછી ટ્રેક્ટર મારફતે બંને ગૌ માતા ને અંધ અપંગ ગૌશાળા માં મુકવામાં આવી હતી.

- text

- text