માતૃશ્રીની પુણ્યતિથિના દિવસે વિધાર્થીઓને શૈક્ષણિક કિટનુ વિતરણ

- text


નાનાભેલા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ ને શૈક્ષણિક કિટનુ વિતરણ કરતા ગામના વેપારી બંધુ

માળીયા મિયાણા : મળતી માહિતી અનુસાર નાનાભેલા ગામના અને ક્રિષ્ના બેકરીથી પ્રખ્યાત એવા વેપારી અરવિંદભાઈ કાવર રજનિશભાઇ અને મનસુખભાઇ એમના માતૃશ્રી સ્વ.સવિતાબેન હરજીવનભાઈ ની પુણ્યતિથિ નિમિતે ગામની શાળાના બાળકોને શૈક્ષણિક કીટ નું વિતરણ કર્યું હતું.છેલ્લા લગભગ 7 વર્ષથી તેમના માતૃશ્રી ની પુણ્યતિથિ ના દિવસે તેઓ શાળામાં બાળકો માટે ફુલકેપ્સ,બુક,પેન્સિલ બોક્સ ,બેગ,કે અન્ય વિદ્યાર્થીઓને જે જરૂરી વસ્તુ હોય તેનું તેઓ દાન કરે છે.અરવિંદભાઈ કાવર પોતે રણછોડનગર પ્રા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓના મોટા ભાઈ મોરબી ક્રિશ્ના બેકરી ચલાવે છે. શાળા પરિવાર વતી નાનાભેલા પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઇએ આભાર વ્યક્ત કર્યો હતો

- text

- text