મોરબી : પોલીસને ચકમો આપી કોંગ્રેસ દ્વારા ભાજપના પૂતળાનું દહન : પોલીસે કોંગી કાર્યકરોની અટક કરી

- text


પોલીસ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોના વોચમાં હતી અને પાછળથી મહિલા કોંગ્રેસ પૂતળાનું દહન કરી નાખ્યું : બનાસકાંઠામાં રાહુલગાંધી પર થયેલા હુમલાના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરતું કોંગ્રેસ : ઢોલ નગારા સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા

મોરબી : ગઈકાલે બનાસકાંઠામાં રાહુલગાંધી ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે મોરબી કોંગ્રેસ દ્વારા નહેરૂગેટ ચોકમાં ભાજપનું પૂતળા દહન કરી લોકશાહીના ચીરહરણ સમી ઘટનાનો વિરોધ કર્યો હતો. જેમાં પોલીસને ચકમો આપી કોંગ્રેસ દ્વારા ભાજપના પૂતળાનું દહન કહેવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ, મોરબી જીલ્લા ના તમામ શહેરો અને તાલુકા કોંગ્રેસ સમિતિ, તમામ ફ્રન્ટલ અને સેલ સમિતિ ઓ ના સંયુક્ત ઉપક્રમે ” બનાસકાંઠા મા રાહુલ ગાંધીજી ઉપરના હિચકારા હુમલા ના વિરોધ મા વિરોધ પ્રદર્શન કરવા માટે પુતળા દહન નો કાર્યક્રમ નક્કી કરવા મા આવ્યો હતો જે અંતર્ગત નહેરુગેટ ચોક ખાતે ભાજપનું પૂતળા ધન કરવા કોંગ્રેસના અગ્રણીઓ,કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે પોલીસ દ્વારા પૂતળા દહનને અટકાવ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો છતાં પોલીસ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોના વોચમાં હતી અને પાછળથી મહિલા કોંગ્રેસ પૂતળાનું દહન કરી નાખ્યું હતું. ઢોલ નગારા સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી રાહુલગાંધી પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભાજપના પૂતળા દહન કાર્ ક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા સહિત જીલ્લા, શહેરો, તાલુકાઓ, ફ્રન્ટલો, સેલો ના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો, જીલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ઉમેદવારો-સદસ્યો, પ્રદેશ હોદ્દેદારો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

 

- text