માળિયા તાલુકાનો 68માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

- text


માળિયા મીયાણા તાલુકાનો 68મો વન મહોત્સવ ની ઉજવણી મોટીબરાર મોર્ડન સ્કૂલમાં કરવામાં આવી હતી જેમ સ્કૂલ ગ્રાગ્રાઉન્ડ માં 400 થી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને અધ્યક્ષ સ્થાને મોરબી માળિયા ધારાસભ્ય કાંન્તીલાલ અમૃતીયા હાજર રહેલ જેમને વિધાર્થી દિઠ બે વૃક્ષ ઉછેરવા અને શિક્ષણ સાથે શારીરિક કસરત કરવાની પણ સલાહ આપી હતી અને વૃક્ષો મનુષ્ય જીવન માટે ઉપયોગી રસપ્રદ જ્ઞાન પણ પીરસ્યુ હતુ જયારે ફોરેસ્ટ ઓફિસર ગોગરા ભાઇએ પર્યાવરણ સાથે વૃક્ષો નુ યોગદાન અને ફાયદાઓની માહિતી વિધાર્થીઓ ને આપી હતી આ કાર્યક્રમમાં માળિયા તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ સાણજા રમેશભાઇ રાઠોડ ગોપાલ સરડવા મોટીબરાર આગેવાન બાબુભાઇ ડાંગર ગામના સરપંચ કાનજીભાઈ ડાંગર અને શિક્ષકો હાજર રહ્યા હતા જયારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ને આ કાર્યક્રમથી બાકાત રખાતા તાલુકા પંચાયત પ્રમુખની નારાજગી પણ જાણવા મળી હતી આ કાર્યક્રમ ને સફળતા અપાવવા મોટા દહિસરા નર્સરી ના કાનજીભાઇ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી

 

- text