હડમતિયા પ્રાથમિક શાળાના શિક્ષકની અનેરી બાળસેવા

- text


ટંકારા : હડમતિયા ગામમા કન્યાશાળમાં ફરજ બજાવતા શિક્ષક પ્રહલાદભાઈ જેઠાભાઈ (મુળ વતન- કાવઠ,કપડવંજ) તેમને મળતા પગારમાંથી દર વર્ષે શેષભાગ કાઢીને વર્ષમાં અેકવાર સ્કુલના બાળકોને મનગમતું જમણવાર જમાડે છે. આમ પણ સરકારી શાળામાં ધારાધોરણ મુજબ બે-પાંચ મધ્યાહનભોજન મેનું જમીને કંટાળી ગયેલ વિધાર્થીઅોને કઇક અલગ જમવાનો શોખ હોય છે. આ હેતુથી પ્રહલાદભાઈ દર વર્ષે પગારમાંથી કાઢેલ શેષભાગનું શ્રાવણ મહિનામાં “અન્નપુર્ણાદાન” કરે છે. આ વર્ષે પ્રહલાદભાઈઅે ” દાળવાટી તેમજ બુંદી” જમાડવા કન્યા-કુમારશાળાના આશરે ૩૦૦ બાળકોને આચાર્યશ્રીની પરવાનગી લઈને પ્રસ્તાવ મુકતા આચાર્યશ્રીઅે માન્ય રાખ્યો. પ્રહલાદભાઈ જણાવે છે કે “બાળ સેવા અે જ પ્રભુ સેવા ” આ સેવાથી મને પ્રભુ પ્રાપ્તીનો અનહદ આનંદ થાય છે.

- text