ટંકારાના અમરાપરમાંથી 9.78 લાખ નો દારૂ જંગી જથ્થો ઝડપાયો

- text


રાજકોટના બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરિયા સંધીના બે માણસો પકડાયા

- text

મોરબી : મોરબી જિલ્લા ના ટંકારા તાલુકાના અમરાપર ગામે વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતરયો હોવાની રેન્જ આઈજીની બાતમી ને પગલે મોરબી એસઓજી-એલસીબી ની સયુંકત રેડમાં  9.78 લાખ નો દારૂ અને 5 લાખ 40 હજારના વાહનો મળી મોરબી પોલીસે 15 લાખથી વધુના વિદેશી દારૂ પ્રકરણમાં રાજકોટના બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.ઇન્ચાર્જ પીઆઇ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી અને એલસીબી સ્ટાફે અમરાપરની સીમમાંથી મગો ઉર્ફે મગન રાયસિંગ રોજસરા અને રિચેસ બાબુલાલ બાવળિયા ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text