ટંકારામાં રોડ ની ખરાબ હાલત : રોજે રોજ ટ્રક ઊંધા વળે છે : આજે પણ એક ટ્રક પલટી ગયો

- text


સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પહેલા રોડ-રસ્તા રીપેર કરવાની માંગ

ટંકારા : સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પછી કરજો પહેલા રોડ-રસ્તા કરો પર્વની જ્યાં ઉજવણી થવાની છે તેવા ટંકારા ના ગૌરવ પથ સમાં મુખ્યમાર્ગ પર રોજે રોજ ટ્રક પલટી રહ્યા હોય ગ્રામ્ય જનતા દ્વારા રોડ રસ્તા રીપેર કરવા માંગ ઉઠી છે આજે પણ એક ટ્રક ગાડથોલિયા ખાઈ જતા લોકો રોષે ભરાયા હતા અને આરએન્ડબી ના ઇજનેરને ભાંડયા હતા.
જીલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી થવાની છે તેની લગો લગ જ રાજકોટ મોરબી રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. આજે બપોરે જ એક ટ્રક ધડાકા ભેર પલટી ગયો હતો, સદનસીબે જાનહાની ટળી હતી પરંતુ પાચ દીવસ મા અગયારેક ટ્રકો ના ટાયર બ્લાસ્ટ કરનારા રોડ નુ મરામત કાર્ય થતુ નથી. રાજકોટ મોરબી રોડ પર ટંકારા ની મામલતદાર કચેરી અને પોલીસ મથક સામેજ આજે બપોરે GJ3W7628 ટ્રક રમકડા માફક રોડ ઉપર રીતસર ગુલાટ ખાઈ ગયો હતો અને ધડાકા ભેર અવાજ થી લોકો ધુજી ઉઠ્યા હતા સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી પરંતુ ટ્રક ને લાખો નુ નુકશાન થયું છે. ઘટનાને પગલે ટંકારા કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટીયા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યા થી રોડ અધિકારી દોમડિયાને ફોન કરી આડે હાથ લીધા હતા પરંતુ ફરિયાદો થી ટેવાઈ ગયેલા આ અધીકારી કોઈનું ગાઠતા ન હોય તેવો જવાબ આપ્યો હતો.

 

- text