મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા પૂરગ્રસ્ત જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણિક કીટ એકત્રીકરણ કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા બનાસકાંઠા ના પૂરગ્રસ્ત વિસ્તારો વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરીની સામગ્રી જેમ કે પેન, બુક, પેન્સિલ, ફૂટપટ્ટી જેવી વસ્તુઓની શૈક્ષણિક કીટ એકત્રીકરણ નો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામાં આવ્યો હતો. જેમાં રાઘવજીભાઈ ગડારા , રવિભાઈ સનાવડા, રુચિરભાઈ કારિયા , તરુણભાઈ અઘારા,જયદીપભાઈ હુંબલ, હરદેવસિંહ જાડેજા, વિશાલ ઘોડાસરા સહિતના નહેરુગેટ ખાતે હાજર રહ્યા હતા અને શહેરની ઇચ્છુક જે કોઈ ને આ સેવા માં ભાગ લેવો હોય તે આ કેમ્પ પર પોતાની યથાશક્તિ મુજબ નું દાન કરવા અપીલ કારી હતી જે બધું દાન એકત્ર કરી બનાસકાંઠા માં જય ને વિતરણ કરવામા આવશે તેવું મોરબી જિલ્લા ભાજપ અગ્રણી રુચિરભાઈ કારીયા એ જણાવ્યું હતું.

- text