માળિયા મીયાણા તાલુકાના સરપંચોએ નર્મદા યાત્રા રથનો કર્યો બહિષ્કાર

- text


માળીયા મિયાણા : માળિયા મીયાણા ખાતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો ની નર્મદા યાત્રા રથના આયોજન ને લઈને ડેપ્યુટી ડીડીઓ અને માળિયા તાલુકા પંચાયત ટીડીઓ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકાના સરપંચોએ નર્મદા યાત્રા રથનો કર્યો બહિષ્કાર કરવાનો નિર્ણય કરતા અધિકારીઓમાં દોધાધામ મચી ગઈ હતી.

- text

માળિયા તાલુકા પંચાયત ટીડીઓ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટિંગમાં આવનાર દિવસોમાં આખા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા યાત્રા રથ અને રાત્રી રોકાણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી હતી તે દરમિયાન માળિયા તાલુકાના સરપંચોએ ડીડીઓ સાહેબ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે અમારી તાલુકાના ખેડૂતો બે વખત તાલુકા ગામોને સિંચાઇ માટે પાણી ની માંગ ને લઈને રેલીઓ કરી સરકારશ્રી નુ ધ્યાન દોરીયુ હતુ છતા પણ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે ખેડુતોની માંગણી ને લઈને કોઈ નક્કર કામગીરી હાથ નથી ધરાઇ અને આ રથ યાત્રાથી તાલુકાના કોઇપણ ગામના લોકોને કઇ લાભ નથી મળી રહ્યો અને સરકાર તથા પબ્લિકના લાખો રુપિયા નો ધુમાડો કરવામાં આવી રહ્યો છે સાથે સરકારી કચેરીઓ પહેલાથી જ કર્મચારીઓ ની ઘટ હોય અને આ રથમાં પોલીસ મામલતદાર તાલુકા પંચાયતના કર્મચારીઓ જોડાતા હોવાથી સરકારી ઓફિસોમાં આવતા અરજદારો ના કામ અટકતા હોય જેવા મુદ્દાઓ ની ચર્ચાઓ કરી આખા તાલુકામાં એકપણ ગામે આ રથને પ્રવેશવા નહિ દેવાય અને આ રથ યાત્રા નો સંપૂર્ણ તાલુકાના ખેડૂતો તથા સરપંચો વિરોધ નોંધાવે છે સાથે ચાલુ મિટિંગમાં બધા સરપંચોએ હાથ ઉંચા કરીને નર્મદા યાત્રા નો બહિષ્કાર કર્યો હતો તથા આવનાર સમયમાં જયાં સુધી માળિયા તાલુકાનો સિંચાઇ પ્રશ્ર્ન ન ઉકેલાય કે સંતોષકારક જવાબ સરકારશ્રી તરફથી નહિ મળે ત્યાં સુધી તાલુકામાં કોઈ ગામે સરકારી કાર્યક્રમ નહિ યોજવા દેવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી.

 

- text