મોરબી : સજનપરમાં દોઢ કલાકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી નજીક આવેલા સજનપર ગામમાં આજે સાંજે પાંચ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દોઢ કલાક સુધી મુશળાધાર વરસાદથી ગામમાં પાણી પાણી થઇ ગયું હતું. આ અંગે ગામના સરપંચ અશોકભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે સજનપરમાં સાંજે પાંચ વાગ્યે વરસાદ શરુ થયો હતો અને દોઢ કલાકમાં અંદાજે પાંચ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. જયારે ગામના યુવાન કૌશિક મારવાણીયાએ જણાવ્યું હતું કે સજનપરમાં દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદ પડવાથી આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. અને ભારે વરસાદના પગલે સજનપરનું નાળું અને ગામને જોડતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે. આ રસ્તાના ધોવાણથી મોરબીથી જડેશ્વર જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અને આગામી સમયમાં જડેશ્વર મેળો ભરાશે માટે આ બાબતે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલા ભરવાની માંગણી કરી હતી.

- text

ફોટો :  કૌશિક મારવાણીયા

- text