સિમ્પોલો સિરામિકના ક્વાટર્સમાં વૃદ્ધાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક ફેક્ટરીના સ્ટાફ ક્વાટર્સમાં રહેતા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક ફેક્ટરીના ક્વાટર્સમાં પોતાના પુત્ર સાથે રહેતા જડીબેન વિરજીભાઈ ઉ.70 નામના વૃદ્ધાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. આ ઘટના અંગે વધુ તપાસ જમાદાર સોલંકી ચલાવી રહ્યા છે.

- text