મોરબીમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટું : 7મીમી વરસાદ

- text


મોરબી : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીની વચ્ચે મોરબી પંથકમાં બપોર બાદ સર્જાયેલા વરસાદી માહોલની વચ્ચે મોરબીમાં સાંજે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં 07 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે બપોરના 4 થી 6 ની વચ્ચે મોરબીમાં 7 મીમી અને ટંકારામાં 04 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જોકે હજુ જામેલા વરસાદી માહોલમાં વરસાદ પાડવાની પુરી સંભાવના છે. જયારે મોરબી જિલ્લામાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદના પગલે લોકો મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાથના કરી રહ્યા છે.

- text

- text