મચ્છુ-૨ ડેમનાં પાણીથી માળિયાના હરીપર સહિતનાં ગામો જળ બંબાકાર : 15 લોકો ફસાયા

- text


મચ્છુ-૨ અને ૩ ડેમમાંથી મોટા જથ્થામાં છોડવાના કારણે માળિયા મી.નાં હરીપર અને વાંઢ સહિતનાં મોટા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. ત્રણ-ચાર ફૂંટ સુધી પાણી ગામોમાં આવી જવાના કારણે હરીપર સહિતનાં ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે માળિયા મી.નાં અવધ હોટેલ પાછળનો વાંઢ વિસ્તારમાં ૧૫ લોકો પશુઓ સાથે ફસાયા છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. મચ્છુ-૨ ડેમના દરવાજા ૧૬ ફૂંટ સુધી ૧૦ દરવાજા ખુલ્લા હતા તે ઘટાડીને ૧૦ દરવાજા ૫ ફૂંટ સુધી ખુલ્લા મુકાયા છે. મચ્છુ-૨ ડેમમાં ૨૩૦૦ એમસીએક્સ પાણી છોડવાના કારણે માળિયા મી.નાં અનેક ગામોમાં જળ બંબાકાર થઈ ગયા છે. મોટા પાયે ખાનાખરાબીનાં સમાચારો આવી રહ્યા છે. જેમાં માળિયા મીયાણામાં ઉપરવાસમાં પડેલ વરસાદ ના કારણે મોરબી મચ્છુ નદીનુ પાણી છોડવામાં આવતા માળિયા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યુ હતુ

- text

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માળિયા શહેરમાં ઓછો વરસાદ નોંધાયો છે પણ મોરબી મચ્છુ નદીનુ પાણી છોડાતા શહેરના છેવાડાના વિસ્તારો ના ઘરના ઉમરા સુધી પાણી ભરાઈ ગયા છે સાથે માળિયાની વાંઢ વિસ્તારમાં વધુ વિકટ સમસ્યા ઉભી થઈ છે જેની જાણ તંત્રને કરવામાં આવતા મોડી સાંજે સ્થાનિક લોકોની મદદથી બે હોળીઓ અંજીયાસર માર્ગ ની વાંઢ વિસ્તારમાં મોકલવામાં આવી છે અને માળિયા ડીડીઓ માળિયા મામલતદાર અને ચીફ ઓફિસર ઘટનાનુ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે અને અલગ અલગ સાત જેવી નીચાણવાળી વાંઢ વિસ્તાર માથી લોકોનુ હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે.મોરબી અપડેટ ની ટીમે માળિયાના નદી કિનારે આવેલા ગામોના મુલાકાત લીધી હતી જેમા દેરાળા સરપંચે જણાવ્યુ છે કે અમને કાલે ડેમ અધિકારીઓએ ફોન ઉપર જાણ કરાઇ હતી અને અમે પરિસ્થિતિ ની ગંભીરતા જાણી સતત નદીના પાણી ની વધઘટ ઉપર નજર રાખી રહ્યા છીએ અને નિચાણ વાળા રબારી ભરવાડ વાસ વિસ્તાર ની જરૂર જણાશે તો સ્થળાંતર કરવાની તૈયારી દર્શાવી સતત સ્થળનુ નિરક્ષણ કરી રહ્યા છીએ તથા નવાગામ માં વધુ પાણીથી નીચાણવાળી સીમ અને ઝૂંપડપટ્ટી ડુબી ગઈ છે પણ ગામ સુરક્ષીત છે અને જાનમાલને કોઇ નુકસાની નથી તેવુ મુસ્લિમ સમાજ અગ્રણી સતારભાઇ ઉમરભાઇ જેડાએ જણાવ્યુ હતુ

 

- text