મોરબીમાં સ્વચ્છ ભારત વિષય અંતર્ગત સ્પર્ધા યોજાશે

મોરબીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૭ માં જીલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૮ જુલાઈના રોજ સવારે ૯:૩૦ કલાકે ધી.વી.સી.ટેક હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ” સ્વચ્છ ભારત : વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા, સંભાવના અને પડકાર ” વિષય હેઠળ ધો. ૮ થી ૧૦ કે જેમની ઉમર ૧૦ થી ૧૭ વર્ષની હોય તે ભાગ લઇ શકશે.વધુ માહિતી માટે ધી.વી.સી.ટેક. હાઇસ્કુલમાં એલ.એમ.ભટ્ટ ૯૮૨૪૯૧૨૨૩૦ માં સંપર્ક કરવો.